મુંબઈ : સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલમાં ‘લવ આજ કલ 2’નું શૂટિંગ કરી રહ્યા છે. બોલિવૂડમાં આ સારાની ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા તે સુશાંત સિંહ રાજપૂતના ઓપોઝિટ ‘કેદારનાથ’ અને રણવીર સિંહના આપોઝિટ ‘સિંબા’માં જોવા મળી હતી. ફિલ્મના સેટથી લીક થયેલી ઘણી તસવીરે અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. હાલમાં આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે જેમાં બંને એક્ટર્સ દિલ્હીમાં બાઈક રાઈડ એન્જોય કરતા દેખાય છે. જોકે આ વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં સારાને ટ્રોલ કરવામાં આવી છે.
હકીકતમાં આ બાઇક રાઇડ વખતે સારાએ હેલમેટ નથી પહેરી. આ મુદ્દાને લઈને અનેક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને અનેક ચાહકો તેને આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે.
બોલિવૂડમાં મોટી હલચલ મચાવી દીધી છે વિવેકની આ તસવીરોએ, કારણ કે...
બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મમેકર કરણ જોહરના શો પર ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાના આ નિવેદન પછી કાર્તિક સાથેના તેના સંબંધો વિશે ગોસિપ શરૂ થઈ ગઈ હતી. હવે સમાચાર આવ્યા છે કે આ બંને હાલમાં લવ આજ કલ 2નું શૂટિંગ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ‘લવ આજકલ’ના બીજા પાર્ટ માટે ઈમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં ફિલ્મના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેમાં રોમેન્ટિક સીનના શૂટિંગ વખતે સારા અને કાર્તિક લિપલોક કરતા જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે